
નવી દિલ્હી – ઇન્ફોસિસના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ.ડી. શિબુલાલની પુત્રી શ્રુતિ શિબુલાલે મંગળવારે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.494 કરોડના શેર્સ ખરીદ્યા હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ બ્લોક ડીલ ડેટા અનુસાર, ઈન્ફોસિસના પ્રમોટરમાંથી એક શ્રુતિ શિબુલાલે બેંગલુરુમાં મુખ્ય મથક ધરાવતી IT જાયન્ટના 29,84,057 શેર્સ ખરીદ્યા હતા. શેર્સની સરેરાશ કિંમત રૂ. 1,657 રાખવામાં આવી હતી, જેનાથી વ્યવહારનું મૂલ્ય રૂ. 494.46 કરોડ થયું હતું.
દરમિયાન, એસ.ડી. શિબુલાલના પરિવારના સભ્યોમાંના એક ગૌરવ મનચંદાએ સમાન કિંમતે તેટલી સંખ્યામાં શેર્સનું વેચાણ કર્યું હતું.