DNA મેચ થયા તેમાં ૧૬૮ ભારતીય પ્રવાસી, ૧૧ સ્થાનિક લોકો, ૦૭ પોર્ટુગલના નાગરિક, ૩૬ બ્રિટિશ નાગરિક, ૦૧ કેનેડિયન :- સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ, ડો.રાકેશ જોશી
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૦ જૂનના રોજ સવારે ૧૧:૫૦ વાગ્યા સુધીમાં ૨૨૩ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. ૨૨૦ સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાંથી ૨૦૨ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા (૨)બે વ્યક્તિનું નિધન થતા તેમના મૃતદેહ પણ પરિજનોને સોંપવામાં આવ્યા છે. આમ, કુલ ૨૦૪ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવ્યા છે.
વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ૨૨૩ મૃતકો કે જેમના DNA મેચ થયા છે તેમાં ૧૬૮ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૬ બ્રિટિશ નાગરિક, ૦૧ કેનેડિયન તેમજ ૧૧ નોન- પેસેન્જર એટલે કે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, ૧૫ જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે ૧૮૯ જેટલા પાર્થિવ દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા.
જે ૨૦૪ મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાંથી ૭ ઉદયપુર, વડોદરા ૨૧, ખેડા ૧૧, અમદાવાદ ૫૮, મહેસાણા ૬, બોટાદના ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૧, ભરૂચ ૭, સુરત ૧૧, પાલનપુર ૧, ગાંધીનગર ૬, મહારાષ્ટ્ર ૨, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૧, પટના ૧, રાજકોટ ૩, મુંબઈ ૯, નડિયાદ ૧, જામનગર ૨, પાટણ ૨, દ્વારકા ૨, સાબરકાંઠા ૧, નાગાલેન્ડ ૧, લંડનમાં ૨ અને મોડાસામાં ૧ મૃતદેહ મોકલવામાં આવ્યા છે, એમ ડો.જોશીએ જણાવ્યું હતું.