ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક નવીનવેલી દુલ્હન લગ્નના 24 જ કલાકમાં પોતાના બનેવી સાથે ભાગી ગઈ હતી. હમીરપુર પાસેના એક ગામમાં 17 મેએ એક યુવકનાં લગ્ન થયાં હતાં. યુવક દુલ્હનને લઈને 18 મેએ પોતાના ગામમાં પણ આવી ગયો.
19 તારીખે નવદંપતી વચ્ચેની પહેલી રસમ પણ થઈ ગઈ. જોકે એ જ દિવસે દુલ્હને ફોન કરીને પોતાના જીજાજીને બોલાવી લીધા. બનેવી બે અજ્ઞાત લોકોની સાથે દુલ્હનના ઘરે આવી પહોંચ્યો અને એ જ રાતે દુલ્હન તેની સાથે કારમાં બેસીને ભાગી ગઈ.
જીજાજીની સાથે ભાગી રહેલી નવી વહુને જોઈને લગ્નમાં આવેલા સંબંધીઓ ચોંકી ગયા. કેટલાક લોકોએ તેની કારનો પીછો પણ કર્યો, પરંતુ દુલ્હન તેના જીજાજી સાથે ફરાર થઈ ચૂકી હતી. યુવકના પરિવારે દુલ્હન પાંચ લાખ રૂપિયાનાં ઘરેણાં પહેરીને જીજાજી સાથે ભાગી ગઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી.