વિશ્વભરમાં વધતી બોન્ડ યીલ્ડ એ મોટી કટોકટીનો સંકેત હોઈ શકે છે. જોકે, વિશ્લેષકો જણાવે છે કે, ભારતમાં શેર અને બોન્ડ બજારો સાથીદારો કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે. અમેરિકામાં 30 વર્ષના બોન્ડ યીલ્ડ 5% ને પાર પહોંચી ગયા છે.
જાપાનમાં 40 વર્ષના બોન્ડ પર યીલ્ડ 3.5 ટકા સુધી પહોંચી ગઈ છે. અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવાનું કારણ ટ્રમ્પ સરકારનો ભારે ખર્ચ માનવામાં આવી રહ્યો છે, જેના કારણે અમેરિકાની રાજકોષીય ખાધ વધી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ઘટાડાની માંગને લઇને આંખ આડા કાન કર્યા છે.
વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં થવાના કારણે ટ્રમ્પ પ્રશાસનને લોનનું વ્યાજ ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે. આનાથી રોકાણકારોનો બોન્ડમાં રસ ઓછો થયો છે. રોકાણકારો યુ.એસ.માં બોન્ડ્સ પર વધુ વ્યાજની માંગ કરી રહ્યા છે.
યુએસ બોન્ડની 30 વર્ષની યીલ્ડ 5 ટકાથી ઉપર વધવાનો અર્થ એ છે કે બોન્ડ રોકાણકારો તેમના નાણાંની સલામતી અંગે ભયભીત છે. એટલા માટે તેઓ વધારે વળતરની માંગ કરી રહ્યા છે.
અમેરિકામાં સરકારી દેવાનો જીડીપી સાથેનો રેશિયો 122 ટકાએ પહોંચ્યો છે. જાપાનમાં આ રેશિયો 255 ટકાથી વધુ છે. આ સ્તર પર પહોંચતું દેવું અને જીડીપી ગુણોત્તર આર્થિક સ્થિરતા માટે સારું નથી.
ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં
ભારતમાં સ્થિતિ ઘણી સારી છે. મોંઘવારી નિયંત્રણમાં છે. બોન્ડ યીલ્ડ 6.2% છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર 691 અબજ ડોલર છે. આવી સ્થિતિમાં જો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનું મોટું સંકટ છે.
તો ભારત ઉભરતા બજારોમાં વધુ સારી રીતે સ્પર્ધા કરી શકે છે. ભારતની તાકાતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે વિશ્વભરમાં બોન્ડ યીલ્ડ વધી છે, ભારતમાં ઘટી રહી છે.
ભારતીય બોન્ડ્સમાં વિદેશી રોકાણ વધી શકે છે
ભારતમાં બોન્ડ યીલ્ડમાં ઘટાડાનું કારણ મજબૂત અર્થતંત્ર અને નીચી નાણાકીય ખાધ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જૂનમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે, જેના પગલે વિદેશી રોકાણકારો ભારતીય બોન્ડ્સમાં રોકાણ વધારી શકે છે.