ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK સ્થિત આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા. જેમાં ભારતને મોટી સફળતા મળી હતી. જ્યારે રવિવારે (11 મે, 2025)ના રોજ ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. DGMO રાજીવ ધઈએ જણાવ્યું હતું કે, ભારતી દ્વારા 9 આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો અને 100થી વધુ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જેમાં કંધાર હાઈજેક અને પુલવામાં હુમલામાં શામિલ યુસુફ અજહર, અબ્દુલ મલિક અને મુદસ્સિર અહમદ જેવા આતંકવાદીઓને પણ સામેલ છે.
મિલિટ્રી ઓપરેશનના ડાયરેક્ટર જનરલ રાજીવ ધઈએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારનો ભારતે ઝડબાતોડ જવાબ આપ્યો છે. આ ઓપરેશનમાં જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ખાલ LoC પર જ પાકિસ્તાની આર્મીના 30-40 જવાનો-ઓફિસરને માર્યા છે. જ્યારે પાકિસ્તાને જવાબી હુમલાથી બચવા માટે નાગરિક વિમાનને ઢાલ બનાવ્યા હતા. જોકે, ભારત તરફથી કોઈપણ નાગરિક વિમાનને નિશાનો નથી બનાવ્યો અને પાકિસ્તાનના સેન્ય ઠેકાણોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.
ભારતીય સેનાએ કહ્યું કે, ‘પાકિસ્તાની સેનાના સૈનિકો શરૂઆતમાં અમારા ટાર્ગેટ પર ન હતા અને અમારો ટાર્ગેટ ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. જ્યારે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ગોળીબાર કર્યો, ત્યારે અમે પણ જોરદાર જવાબ આપ્યો. જેમાં પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું. અમારું કામ આતંકીને ટાર્ગેટને હીટ કરવાનું છે, જે અમને સારી રીતે નીભાવ્યું હતું. આમ મૃતદેહો ગણવાનું અમારુ કામ નથી. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય સેનાના પાંચ જવાનો પણ શહીદ થયા હતા.’