રીઝર્વ બેન્કનો રિપોર્ટ : 2024/25માં કુલ 23053 ફ્રોડ નોંધાયા: કુલ રૂા.36014 કરોડ ફસાયા: ડિજીટલ ફ્રોડમાં રૂા.520 કરોડ ગયા
મુંબઈ: ભારતમાં બેન્કોમાં થતા ફ્રોડમાં બેન્કના તથા બહારના લોકોની સંડોવણી હોય છે અને બેન્કીંગ વ્યવસ્થા ડીજીટલ છતા પણ ફ્રોડ વધતા જાય છે તે વચ્ચે રીઝર્વ બેન્કના રિપોર્ટમાં તેના 2024/25ના વાર્ષિક રિપોર્ટમાં બેન્કોમાં ડીજીટલ પેમેન્ટ ફ્રોડમાં રૂા.520 કરોડના થયા હોવાનું સ્વીકારવાની સાથે જણાવ્યું હતું કે બેન્કોમાં ફ્રોડ ઘટયા છે પણ ફ્રોડમાં સંડોવાયેલી રકમમાં મોટો વધારો થયો છે અને તે પણ ત્રણ ગણો વધારો થયો છે.
આરબીઆઈના રિપોર્ટમાં જણાવાયું છે કે ખાનગી ક્ષેત્રની બેન્કોમાં ફ્રોડની સંખ્યા વધી છે. જયારે સરકારી બેન્કોમાં ફ્રોડની રકમ વધી છે. 2024/25ના વર્ષમાં બેન્કોમાં કુલ 23953 ફ્રોડ નોંધાયા છે જે તેના અગાઉના વર્ષ કરતા 34% ઓછી છે પણ ફ્રોડની રકમ ત્રણ ગણી વધીને રૂા.36014 કરોડ થઈ છે તેના અગાઉના વર્ષ કરતા તે ત્રણ ગણી વધુ છે.
બેન્કોમાં થતા ફ્રોડમાં રીઝર્વ બેન્કને રૂા.1 લાખ કે તેથી વધુની રકમના ફ્રોડની જાણ કરવી જરૂરી છે. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં રૂા.14233 ફ્રોડ કેસ નોંધાયા. જે બેન્કીંગ ક્ષેત્રના કુલ ફ્રોડના 59.4% છે. જાહેર ક્ષેત્રની બેન્કોમાં 6935 કેસ (29%) નોંધાયા પણ તેમાં રૂા.25637 કરોડની રકમ નોંધાઈ હતી.
જયારે ખાનગી ક્ષેત્રની બેન્કોમાં રૂા.10088 કરોડની રકમ ફ્રોડમાં સંડોવાઈ હતી. ડીજીટલ ફ્રોડમાં કાર્ડ-ઈન્ટરનેટ મારફત થતા ફ્રોડનો સમાવેશ થાય છે.