એક મહાનગરમાં મળતા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટનો ઉપયોગ બીજા મહાનગર – મોટા શહેરોમાં કરી શકાશે
► લેન્ડલોક – હેરીટેજ પ્રોપર્ટીના માલીકો માટે પણ ખાસ જોગવાઈ : રીડેવલપમેન્ટમાં પણ ખાસ જોગવાઈ: ખાસ માર્કેટ ઉભુ થશે
ગુજરાતમાં શહેરીકરણની સમસ્યા અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હાલમાં જ અપાયેલી એક રિપોર્ટમાં મહત્વપૂર્ણ રીતે શહેરી વિકાસની સમસ્યામાં હવે રાજયના મહાનગરો તથા મોટા શહેરમાં કોલ-સીટી રીડેવલપમેન્ટ એન્ડ ટ્રાન્સસ્ટેબલ ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆરએસ) બિલ્ડરોને આપવા માટે ભલામણ થઈ છે.
જેમાં ગુજરાતમાં રીજયોનલ ડેવલપમેન્ટ રાઈટનો એક નવો ખ્યાલ આવશે. રાજયના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય મહાનગરોમાં આ પહેલનો અમલ થઈ શકે છે. હાલમાં આ પ્રકારના ટીડીઆર સર્ટીફીકેટ ફકત જે તે મહાનગરની મર્યાદામાંજ ઉપયોગમાં લઈ શકે તે રીતે આપવામાં આવે છે.
શહેરી વિકાસના વિવિધ પડકારોમાં ડેવલપરને જે ફલોર સ્પેસ ઈન્ડેકસ (એફએમઆઈ)ના હકક મળે છે તેનો જેને મહાનગરની બાઉન્ડ્રીમાં જ ઉપયોગ કરી શકે છે પણ હવે કોલસીટી એટલે કે રાજય સરકાર જે મહાનગરો મોટા શહેરોમાં નોટીફાઈ કરે ત્યાં પણ ડેવલપમેન્ટ માટે બિલ્ડર ડેવલપર તેનો ઉપયોગ કરી શકશે.
આ ઉપરાંત લેન્ડલોક પ્રોપર્ટીની વ્યાખ્યામાં આવી મિલ્કતોના વિકાસ માટે પણ હવે નિયમો બનાવાશે. એક વખત આ ઈન્ટરસીટી ડેથવર્ક નિશ્ચિત થઈ જાય પછી બિલ્ડર ડેવલપર તેના એક મહાનગરના ટીડીઆર સર્ટીનો ઉપયોગ નોટીફાઈ થયેલા અન્ય મહાનગરોમાં પણ કરી શકાશે.
આ માટે એક રીજયોનલ ડેવલપમેન્ટ રાઈટ માર્કેટ પણ સર્જાશે અને તેનાથી ડેવલપર બિલ્ડર્સ જે એક મોટા શહેરોમાં કેન્દ્રીત થયા છે. તેઓને અન્ય મહાનગરોમાં જવાની પણ પ્રેરણા મળશે. લેન્ડલોક પ્રોપર્ટી એટલે કે જે મિલ્કતો સુધી પહોંચવાનો કોઈ સીધો જાહેર માર્ગ મોજૂદ ન હોય અને ખાનગી માર્ગોથી પહોંચી શકતુ હોય તેને એસેસ કરવા ખાસ કાનૂન બનાવાશે.
આ પ્રકારની પ્રોપર્ટીમાં બંધ ફેકટરીઓ કે તેવી મિલ્કતો પણ આવેલી છે. આ તમામ પ્રક્રિયા માટે જે તે મહાનગરની એક ખાસ કમીટી બનશે અને તે ઝડપી મંજુરી આપશે. ઉપરાંત રાજય સ્તરે એક કમીટી સમગ્ર નીતિ નિર્ધારણ- અમલ માટે હશે.
મહારાષ્ટ્રમાં ટીડીઆરનો અમલ લાંબા સમયથી થયો છે. આ ઉપરાંત હેરીટેજ ઈમારતો જેના ડેવલપમેન્ટ કે મોડીફીકેશનની મંજુરી મળતા નથી તેવી ખાનગી મિલ્કતોના માલીકોને ટીડીઆર મળશે. જે તે માર્કેટમાં વેચી શકશે. જેથી તેના ડેવલપમેન્ટ હકકને પણ મદદ મળશે.