પરિવહન કરવાની પ્રવૃત્તિને અટકાવીને તેના સંચાલકોને દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરવાની માગણી કરવાની જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
અદાલતે જાહેર હિતની અરજી કરનાર વકીલની આકરા સવાલો પૂછ્યા હતા કે તમે ભારતની વસતી બાબતે ખબર છે? લોકોની પરિર્સ્થિતી વિશે જાણો છો? તમે ક્યારેય રેલવે કે સરકારી બસોના જનરલ ક્લાસમાં પ્રવાસ કર્યો છે?
તમારે લોકોની પરિર્સ્થિતી વિશે સમજ કેળવવી જોઇએ. તેના જવાબમાં વકીલે જણાવ્યું હતું કે, ઠાંસી ઠાંસીને સામાન ભરવાથી અકસ્માત થાય છે. જો કે આ જાહેર હિતની અરજીમાંં યોગ્ય પક્ષકારો જોડવામાં આવ્યા નહી હોવાથી તેમજ આ અરજી ગેરસમજયુક્ત હોવાનું અવલોકન કરીને અદાલતે ફગાવી દીધી હતી. અદાલતે અરજદારને યોગ્ય સત્તામંડળને અરજી કરવાનો આદેશ કર્યો હતો.
કેસની વિગતો મુજબ એક અરજદાર દ્વારા પીઆઇએલ કરીને રજૂઆત કરવામાં આવી હતી લક્ઝરી બસો અને મુસાફર વાહનોમાં સામાન ભરવામાં આવતો હોવાથી તે મોટર વ્હીકલ એક્ટની જોગવાઇઓનો ભંગ કરે છે.આથી બોર્ડર વિસ્તારો અને હાઇવે ઉપર આવા વાહનોને અટકાવવા જોઇએ.
આવી બસો ઉપર દંડ કરીને પેનલ્ટી ફટકારવી જોઇએ. આ બાબતે ગુગલ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીની ફરજો વિશે આપેલી માહિતીના આધારે રજૂઆત કરવામાં આવી હતી.
આથી અદાલતે કહ્યું હતું કે ગુગલ ઉપર મુકવામાં આવેલી બધી માહિતી જ્ઞાન હોતું નથી. તમારે યોગ્ય પક્ષકારો જોડવા જોઇએ. આ બાબતે એક્ટમાં જોગવાઇ કરવામાં આવી છે. તે મુજબ કાર્યવાહી થઇ શકે છે. અંતે અદાલતે અરજદારને યોગ્ય સત્તામંડળને રજૂઆત કરવાનો આદેશ કર્યો હતો.