ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. ભારતીય ટીમની જીત બાદ સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું નિવેદન સામે આવ્યું છે.
રવીન્દ્ર જાડેજાએ ભારતની જીત બાદ કહ્યું કે, ‘મારો બેટિંગ નંબર જ એવો છે કે, હું ક્યારેક હીરો તો ક્યારેક ઝીરો બનું છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ સારી ભાગીદારી કરી હતી. પહેલી બેટિંગ માટે આ વિકેટ સારી ન હતી. આ એક મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે.’ જાડેજાએ કહ્યું કે, ‘ભારત માટે રમવુ અને ચેમ્પિયન ટ્રોફી જીતવી એક મોટી વાત છે. જ્યારે તમે ચેમ્પિયન ટીમનો ભાગ નથી હોતા, ત્યારે તમને અફસોસ થાય છે. પરંતુ હું ખૂબ જ નસીબદાર છું કે હું ફિટ રહ્યો અને 2 ટુર્નામેન્ટ, 2024 T20 વર્લ્ડ કપ અને આ ટુર્નામેન્ટ જીતવામાં શાનદાર પ્રદર્શન કર્યું.’