બ્રિટીશ દંપતી ફીયોન્ગલ ગ્રીનલો-મીક (39 ) તથા તેમના પતિ જેમી મીક ભારતના આધ્યાત્મિક પ્રવાસે હતો. અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા. ભારતના પ્રવાસથી અભિભુત હતા અને ખુબ ખુશ હોવાનું દર્શાવી ‘ગુડબાય’ ઈન્ડિયા તરીકે ઈન્સ્ટ્રાગ્રામ પોસ્ટ મુકી હતી જે જીંદગીની આખરી બની હતી.
તબીબ પરિવારનો કરૂણ અંત
લંડનમાં સ્થાયી થવાનું સ્વપ્ન ડો.પ્રતિક જોષી તેમના પત્નિ ડો.કોમી વ્યાસ તથા સંતાનો મિરાયા, પ્રદ્યુત અને નકુલ માટે ચકનાચુર રહ્યું હતું. ઉદયપુરની હોસ્પીટલના ડો.કોમી વ્યાસ રાજીનામું આપીને પતિ સાથે લંડન સ્થાયી થવાના હતા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં આખો પરિવાર હતો.
સગાઈ માટે આવ્યા હતા
વિભુતી પટેલ તથા હાર્દિક અવૈયા સગાઈ કરવા માટે 10 દિવસની રજા લઈને આવ્યા હતા.વિભુતી લેસ્ટર કોલેજમાં ચડી જયા હાર્દિક સાથે પ્રેમ થતા સગાઈ નકકી કરી હતી.
ગરબા આયોજક બચી ગયા:
વડોદરાનાં જાણીતા ર્માં શકિત નવરાત્રી ગરબાનાં આયોજક અને જાણીતા વેપારી જયેશ ઠકકર આજ વિમાનમાં પ્રવાસ કરવાના હતા. પરંતુ કોલકતાથી પરત આવવામાં મોડુ થયુ હોવાથી શિડયુલ બદલાવ્યો હતો અને તેમાં તેઓ બચી ગયા હતા.
પારૂલ યુનિવર્સીટીનાં પ્રેસીડેન્ટ આગલા દિવસે જ ગયા હતા
વડોદરા સ્થિત પારૂલ યુનિવર્સીટીના પ્રેસીડન્ટ ડો.દેવાંશુ પટેલે કહ્યું કે આ જ વિમાનમાં છેલ્લા ચાર દિવસમાં બે વખત પ્રવાસ કર્યો હતો બુધવારે જ ગેટવિક-અમદાવાદની ફલાઈટમાં પ્રવાસ કર્યો હતો આજ વિમાન ગઈકાલે ક્રેશ થયુ હતું.
સવજી ટીંબડીયા બચી ગયા
સવજી ટીંબડીયા તથા તેનો પરિવાર પણ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં જ જવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન ફેરવ્યો હતો ગુરૂવારની ટીકીટ ચાર દિવસ મોડી કરી હતી. ભગવાન સ્વામીનારાયણની કૃપાથી જીવ બચ્યાના તેમના ઉદગાર રહ્યા હતા.
કાંઈક ગરબડ છે…દિલ્હીથી બેસેલા પ્રવાસીએ કહ્યું હતું
દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં દિલ્હીથી બેઠેલા આકાશ વત્સ નામનાં પ્રવાસીએ ફલાઈટ ક્રેશ થયાના બે કલાક પૂર્વે ટવિટ કર્યું હતું.એસી કામ કરતું નથી પોતે એન્જીનની બાજુમાં છે. કાઈંક અજુગતુ ગરબડ લાગે છે.પાયલોટે આશ્ર્વાસન આપ્યું હતું કે હવામાનનાં તોફાનથી કદાચ આવુ લાગતુ હશે પરંતુ આકાશમાં કયાંય વાદળો પણ ન હતા.
પરિવાર પર બીજી ઘાત
લંડનમાં વસતા ગુજરાતી લોરેન્સ ક્રિશ્ચિયનનાં પિતા ડેનિયલનુ ગત તા.29મીએ અવસાન થયુ હતું. અંતિમવિધી માટે અમદાવાદ આવ્યો હતો અને લંડન પરત જતો હતો. એરપોર્ટ ગેટ પર સામાન લઈ જતાં લોરેન્સનો અંતિમ વિડીયો જારી થયો છે.
ફલાઈટ ચુકીને જીવ બચ્યો
ભારતમાં પરિવાર સાથે વેકેશન માણવા આવેલી ભૂમિ ચૌહાણ દુર્ઘટનાગ્રસ્ત ફલાઈટમાં જવાની હતી અમદાવાદનાં ભારે ટ્રાફીકમાં અટવાઈ જતાં 10 મીનીટ મોડી પડી હતી. વિમાનમાં ચડવા ન દેતા ગુસ્સે ભરાઈ હતી. વિમાન દુર્ઘટનામાં ગણપતિબાપાએ જ જીવ બચાવ્યો છે જોકે દુર્ઘટનાથી સ્તબ્ધ છે અને કાંઈ બોલી શકવાની સ્થિતિમાં પણ ન હતી.
ક્રુ મેમ્બરના નિવાસે શોક
એર ઈન્ડીયાના વિમાનમાં બન્ને પાયલોટ તથા 9 ક્રૂ મેમ્બર્સે જીવ ગુમાવ્યા હતા.મુંબઈમાં વસતા મૈથીલી પાટીલ, રોશની સોનગરે, દિપક પાઠક તથા સૈનિતા ચક્રવર્તીનાં નિવાસે શોક અને આઘાત હતો;.
મણીપુરની બે ક્રૂ મેમ્બર
મણીપુરની લમનુથીયમ સિંગ્સનાં તથા સંથોઈ શર્મા પણ ક્રુ ટીમમાં સામેલ હતી. વિમાન દુર્ઘટનાનાં સમાચારથી પરિવાર આઘાતમાં હતા. તેમના પરિવારે કહ્યું કે કોઈએ દુર્ઘટના બાદ સંપર્ક કર્યો ન હતો કે જાણ કરી હતી. રાજયમાં હિંસા બાદ પરિવારે સ્થળાંતર કર્યું હતું દુર્ઘટનાની જાણ બાદ તેને ફોન કરાયો હતો પરંતુ કોઈએ ઉપાડયા ન હતા.