સેનાના ડોઝીયરમાં કબુલાત : હુમલાના નવા નકશા પણ જાહેર કર્યા : એરબેઝ તબાહ થયા છે
ભારતમાં ઓપરેશન સિંદુર મુદે દેશના સૈન્યને કેટલુ નુકશાન થયું તેની ચર્ચા છે તે વચ્ચે પાકિસ્તાને કબુલ્યુ છે કે ભારતના હુમલામાં પાકમાં 20 નહી 28 પર સ્થળો પર નુકસાન થયુ છે અને ભારતે છ નહી તેના 9 મોટા એરબેઝને તબાહ કર્યા છે.
પાકિસ્તાને ભારત સાથેની અથડામણ અંગે ડોઝીયરમાં આ તમામ ખુલાસા કર્યા છે. એનડીટીવીના રિપોર્ટ મુજબ પાકના ડોઝીયર ‘ઓપરેશન બુનીયાન ઉલ-પરસૂસ’માં ભારતે જયાં જયાં હુમલા કર્યા છે તે તમામના નકશા પણ અપાયા છે અને જે નવ વધારાના સ્થળો પર હુમલા કર્યા હતા તેના નામ પણ અપાયા છે.
જયાં પાકના પંજાબના ગુજરાત, ગુજરાવાલા, ભાવાલનગર, અટક બોર અને કરાચીના નામ છે. પાક ડોઝીયરે સ્વીકાર્યુ છે કે ભારતીય હવાઈ હુમલા ખૂબજ અંદર સુધી થયા છે જેમાં મોટુ નુકશાન થયું છે અને તેથી જ આ હુમલા રોકવા યુદ્ધ વિરામની ઓફર કરવી પડી હતી.
પહેલગામ હુમલા બાદ ભારતે પાકમાં ફકત ત્રાસવાદી મથકોને જ તોડી પાડવા હુમલા કર્યો હતો પણ પાકે તેનો જવાબ આપવા કોશીશ કરતા તે વધુ મુશ્કેલીમાં ફસાઈ ગયુ હતું અને પાક સેનાના એરબેઝ તથા એર ડિફેન્સ સીસ્ટમને મોટુ નુકસાન થયુ હતું.
પાક એવો દાવો કરે છે કે, તેણે ભારતના હવાઈ હુમલાને રોકયા હતા પણ જે રીતે તેની ડિફેન્સ સીસ્ટમ તબાહ થઈ તે સ્વીકાર્યુ આથી એ મુદે પણ તેનું જૂઠાણુ ખુલ્લુ પડી ગયુ છે.