મુંબઈ: નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડે (NSEL) પોતાની પેરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નોલોજીઝ લિમિટેડના સહયોગથી 5682 ટ્રેડર્સ સાથેની આખરી અને સૌહાર્દપૂર્ણ વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NOT), મુંબઈ સમક્ષ રજૂ કરી હતી. આ વન ટાઈમ સેટલમેન્ટનો મૂળ પ્રસ્તાવ મોટી સંખ્યામાં ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા સંગઠન – એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમ (NIT) દ્વારા મૂકવામાં આવ્યો હતો.
આ સ્કીમ ઑફ સેટલમેન્ટ અનુસાર 5682 ટ્રેડર્સને 2024ની 31 જુલાઈની એમની લેણી રકમના પ્રમાણ અનુ એર કુલ 1950 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. એને પગલે 63 મૂન્સ ગ્રુપની વિરુદ્ધના તમામ કાનૂની કેસ બંધ કરવામાં આવશે અને ટ્રેડર્સના તમામ હક 63 મૂન્સના ફાળે જશે.
NCLTએ આ પ્રસ્તાવિત સ્કીમ ઑફ સેટલમેન્ટ પર ટ્રેડર્સનું ઈ-વોટિંગ કરાવવાનો 2025ની 8 એપ્રિલના રોજ આદેશ આપ્યો હતો. NCLTએ ઈ-વોટિંગ પર દેખરેખ રાખવા માટે અશ્વિની ગુપ્તા (કંપની સેક્રેટરી)ની સ્ક્રુટિનાઇઝર તરીકે અને મુકેશ મિત્તલ (નિવૃત્ત આઇઆરએસ અધિકારી) ની ચેરપર્સન તરીકે નિમણૂક કરી હતી.
મતદાન 2025ની 17 એપ્રિલે શરૂ થઈને 2025ની 17 મેએ પૂરું થયું હતું. સ્ક્રુટિનાઇઝરે સુપરત કરેલા અને = ચેરપર્સને 2025ની 19 મેએ મંજૂર કરેલા ઈ-વોટિંગનાં પરિણામ વિશેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મૂલ્યની દૃષ્ટિએ 91.35 ટકા હિસ્સો ધરાવતા ટ્રેડર્સે અને સંખ્યાની દૃષ્ટિએ 92.81 ટકા ટ્રેડર્સે સેટલમેન્ટના ઠરાવની તરફેણમાં મતદાન કરીને એના પર મંજૂરીની મહોર મારી હતી.
આ સેટલમેન્ટને પગલે એ તમામ ટ્રેડર્સને મોટી રાહત મળશે જેમનાં નાણાં જુલાઈ 2013માં સર્જાયેલી ગજઊક પેમેન્ટ કટોકટીમાં ફસાઈ ગયાં હતાં. નોંધનીય છે કે, NSELએ ઑગસ્ટ 2013માં 63 મૂન્સના સહયોગથી 179 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી જેની મદદથી 10 લાખ કરતાં ઓછી લેણી રકમ ધરાવતા 7053 નાના ટ્રેડર્સને લાભ મળ્યો હતો.
63 મૂન્સ ફરી એક વાર ટ્રેડર્સના પડખે રહી છે. 63 મૂન્સના એમડી-સીઈઓ એસ. રાજેન્દ્રે કહ્યું હતું કે ‘ભારતમાં આવા પ્રકારનું પ્રથમ સેટલમેન્ટ થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી 63 મૂન્સ આ સેટલમેન્ટને પાર પાડી શકશે એવો વિશ્વાસ છે.’