નવીદિલ્હી
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈએ)એ પોતાના નામે મોટી સિધ્ધિ મેળવી છે. તેને ‘ધી એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ એશિયા પેસિફિક એન્ડ મિડલ ઈસ્ટ એર કનેકિટવિટી રેન્કીંગ 2024માં એશિયા પ્રશાંત અને પશ્ચિમ એશિયા ક્ષેત્રના ટોપ 10 મોટા અને સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાં 10મું સ્થાન મળ્યું છે.
રિપોર્ટ અનુસાર આઈજીઆઈ એરપોર્ટે વર્ષ 2025માં વાર્ષિક આધાર પર 14 ટકાની ઉલ્લેખનીય વૃધ્ધિ નોંધાવી છે. આ વધારો આંતરરાષ્ટ્રીય યાત્રાની વધતી માંગ, વિમાન નેટવર્કમાં નિરંતર સુધારો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય રૂટસની વાપસીના કારણે જોવા મળી છે.
દિલ્હી વિમાન મથક આ પુરૂ કરવામાં સફળ રહ્યું તે કુલ 153 ડેસ્ટીનેશનને હવાઈ સંપર્ક પ્રદાન કરતું રહ્યું છે જેમાં 81 ઘરેલુ અને 82 આંતર રાષ્ટ્રીય માર્ગ સામેલ છે. દિલ્હી એરપોર્ટના મેનેજમેન્ટે કહ્યું હતું કે અમે ભવિષ્યમાં પણ યાત્રીઓને સુખદ અનુભવ પ્રત્યે પ્રતિબધ્ધ છીએ.
આ રેન્કીંગમાં દુબઈનું એરપોર્ટ પ્રથમ સ્થાને રહ્યું છે જે વૈશ્વિક યાત્રામાં મુખ્ય કેન્દ્ર બન્યું છે. ચીનનું શાંઘાઈ પુડોંગ એરપોર્ટ બીજા ક્રમે, કતરનું હમાદ એરપોર્ટ ત્રીજા અને દક્ષિણ કોરીયાનું ઈંચિયોન એરપોર્ટ ચોથા નંબરે રહ્યું છે.
આ ઉપરાંત ચીનનું હી ગુ આંગજૌ બેન્યુમ એરપોર્ટ પાંચમાં, બીજીંગ કેપીટલ એરપોર્ટ છઠ્ઠો, થાઈલેન્ડનું બેન્કોક સુવર્ણભૂમિ એરપોર્ટ સાતમા, સિંગાપોરનું ચાંગી એરપોર્ટ આઠમા અને કુઆલાલંપુરનું એરપોર્ટ 9માં સ્થાને છે.