નવી દિલ્હી : ટ્રાવેલ સર્વિસ પ્રોવાઇડર થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડે મંગળવારે જાણકારી આપી હતી કે તેના આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર હુમલો થયો છે અને તે તેની તપાસમાં સહકાર આપવા અને નિવારક પગલાં લેવા માટે સુરક્ષા નિષ્ણાતો સાથે કામ કરી રહ્યું છે.
નિયમનકારી ફાઇલિંગમાં, કંપનીએ કહ્યું, “અમારા આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેકની ઘટના બની છે.”
ચોક્કસ સમયગાળો જાહેર કર્યા વિના, કંપનીએ જાણકારી આપી છે કે, “આ ઘટનાની જાણ થતાં તુરંત અમે ઘટનાની તપાસ કરવા અને પ્રતિક્રિયા આપવા માટે જરૂરી પગલાં લીધાં છે, જેમાં અસરગ્રસ્ત સિસ્ટમોને બંધ કરવા સહિતનો સમાવેશ થાય છે.”
થોમસ કૂક (ઇન્ડિયા) એ વધુમાં જણાવ્યું છે કે, “અમે અંગેની તપાસમાં અને સમસ્યાના મૂળની ઓળખ કરવા અને જરૂરી હોય તે નિવારક પગલાં લેવા માટે અગ્રણી સાયબર સુરક્ષા નિષ્ણાતો સાથે કામ કરી રહ્યા છીએ.”