તિરૂમલા : તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) માટે 2024નું વર્ષ ઐતિહાસિક રહ્યું. આ વર્ષે ભકતોએ તિરૂપતિ બાલાજીને અધધધ 1356 કરોડ રૂપિયાનો ચડાવો ધર્યો. 2024ના વર્ષમાં 2.55 કરોડ ભકતો દર્શન માટે આવ્યા.
જેમાંથી 99 લાખ ભાવિકોએ મુંડન કરાવીને કેશદાન કર્યુ. આ વર્ષે ભકતોએ 150 કરોડ રૂપિયાની કિંમતની અચલ સંપતિનું પણ મંદિરને દાન કર્યુ. મંદિરનું કહેવું છે કે, કોવિડ પછી દરરોજ હુંડીમાં ત્રણ કરોડ રૂપિયાથી વધુનો ચડાવો આવે છે.
વીકડેઝમાં રોજનો સરેરાશ 3.6 કરોડ રૂપિયાનો અને વીક એન્ડમાં 3.85 કરોડ રૂપિયાનો ચડાવો આવે છે. 2024ની 31 ડિસેમ્બર જોકે રેકોર્ડબ્રેક 4.10 કરોડ રૂપિયાનો ચડાવો આવ્યો હતો.