26/11 હુમલા સમયે થયેલ વાતચીતના પુરાવા નિશ્ર્ચિત કરવા ખાસ જવાબદારી: રાણા હાપુડ- આગ્રા પણ શા માટે ગયો તે તપાસાશે
26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાની દિલ્હીમાં એનઆઈએની પુછપરછમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને તે નવે. 2008માં આ મુંબઈ હુમલા પુર્વે પશ્ચિમી ઉતરપ્રદેશના હાપુડ પણ ગયો હોવાનું ખુલતા જ આ સ્થળે રાણાના ‘સાળા’ મનાતા રાણા અકબરની પણ હવે પુછપરછ થશે.
રાણાએ તેની સાથેની જે મહિલાને પત્ની બતાવી હતી તે ખરેખર તેન પત્ની જ હતી કે અન્ય કોઈ તેની પણ તપાસ શરુ થઈ છે. બીજી તરફ તે હાપુડમાં થોડા કલાક રોકાયા બાદ આગ્રા ગયો હતો. પોતે તેના પુરા પશ્ચિમી ઉતરપ્રદેશના કનેકશનની તપાસ થશે અને તે જેને મળ્યો હોવાનું કહેવાય છે.
તેમાં હવે કેટલા મોજૂદ છે અને તેઓને શું 26/11ના મુંબઈ હુમલાની જાણકારી હતી કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ રાણાના હવે વોઈસ સેમ્પલ લેવાશે. ખાસ કરીને મુંબઈ હુમલા પુર્વે અને પછી તે અમેરિકન ત્રાસવાદી ડેવિડ હેડલીની સાથે સંપર્કમાં હતો તો બીજી તરફ તે આકર્ષે છે.
લશ્કરે તોયબાના સાથે આકાઓ સાથે પણ સંપર્કમાં હતો. આમ તેની આ વાતચીત 26/11ના હુમલા સમયે અમેરિકી એજન્સીઓએ આંતરી હતી તે પણ ભારતને પુરી પડાઈ હતી. હવે તેમાં રાણાનું વોઈસ સેમ્પલ લેવાશે. તેમાં ગુજરાતની ફોરેન્સીક લેબોરેટરીની ભૂમિકા મહત્વની છે.
દેશની આ એકમાત્ર ફોરેન્સીક યુનિ. આ પ્રકારે વોઈસ સેમ્પલમાં મેચીંગ કરવામાં પ્રથમ ક્રમે છે અને રાણાને ગુજરાત આ વોઈસ સેમ્પલીંગ માટે લઈ આવવામાં આવશે. તેના પાક અને ખાસ કરીને દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશન ખોલાશે.