મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીના પ્રચંડ પ્રચાર વચ્ચે ગાંધીનગર લોકસભા સંસદીય વિસ્તારમાં આવતી અને રાજ્યના મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તાર એવા ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ હાજરી આપી જેમાં હાજર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ખાસ ટકોર કરતા કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનામાં અને તેની અમલવારીમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેમના વચન પત્રમાં 70 કે તેથી વધુ વર્ષના લોકો માટે આયુષ્યમાન યોજના ની જાહેરાત કરી હતી. જેમાં પાંચ લાખ સુધીની મફત સારવારનો વચન આપ્યું હતું અને સરકારનું ગઠન થયા બાદ આ યોજનાની અમલવારી પણ કરાવી હતી જે અંતર્ગત હવે તમામ 70 કે તેથી વધુ વયના લોકોને આ યોજનાનો લાભ મળે તેના માટે નોંધણી કરાવી જરૂરી છે પરંતુ આ કામગીરીમાં ધારાસભ્યો ને નિષ્ક્રિયતાની ખુદ અમિત શાહ દ્વારા નોંધ લેવામાં આવી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
આયુષ્માન વય વંદના યોજનાને લઈ અમદાવાદના ધારાસભ્યોની નબળી કામગીરી અંગે અમિત શાહે ટકોર કરી. અમદાવાદમાં સ્નેહ મિલન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાર્યકરોને ટકોર કરી. ગાંધીનગર લોકસભામાં આયુષ્માન વય વંદના કાર્ડની કામગીરી ધીમી ચાલતી હોવાનું અમિત શાહે જણાવ્યું.
ઘાટલોડિયા વિધાનસભા સિવાય તમામ વિધાનસભામાં કામગીરી નબળી છે તેવું તેમણે ટકોર કરી. PM મોદી આયુષ્માન કાર્ડની મહત્વની યોજના લાવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું, આપણી લોકસભામાં 70 વર્ષથી વધુ વયના 1 લાખ 85 હાજર મતદારો છે.
તમામ ધારાસભ્યો, પદાધિકારીઓ પાસે મતદાર યાદી પહોંચી ચૂકી છે કોઈ 70 વર્ષથી લોકો રહી ન જાય તે જોજો.. ધારાસભ્યો, પદાધિકારીઓને આયુષ્માન વય વંદના કાર્ડ માટે કેમ્પ કરવા પણ સૂચના આપી. અમિત શાહે કહ્યું આજે કાર્ડને લઈ કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ મારા ધ્યાન પર મૂકાઈ છે જેનું એક બે દિવસમાં નિવારણ આવી જશે.