2024 – 25માં 7.58 લાખ લોકોમાં અનેકે બીજી-ત્રીજી વખત કુલ 20.5 લાખ વખત ટેસ્ટ આપી અને ફકત 6 લાખને લાયસન્સ મળ્યા
ગુજરાતમાં વધતા જતા વાહનો અને હવે ટીનએજ ડ્રાઈવીંગના પણ શોખમાં પોલીસની આકરી કાર્યવાહીના કારણે હવે ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા જબરો ધસારો થયો છે અને ખાસ કરીને કાર ડ્રાઈવીંગ માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોવાથી અડધાથી વધુ પરીક્ષાર્થીઓ તે ટેસ્ટ પાસ કરાવવામાં સફળ રહ્યા નથી.
2024/25માં 7.58 લાખ લોકોએ બીજા-ત્રીજા પ્રયાસ સહિત 20.5 લાખ વખત ડ્રાઈવીંગ ટેસ્ટ આપ્યા હતા પણ તેઓ ફકત 6 લાખ જ તે ટેસ્ટ પસાર કરીને ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવું અઘરૂ સાબીત થાય છે જેમાં 57% અરજદારો પ્રથમ તબકકે પાસ થતા નથી.
જો કે ટુવ્હીલર એટલે કે સ્કુટર-બાઈકના લાયસન્સમાં ફકત 15% જ લોકો પ્રથમ વખત આ પ્રકારે લાયસન્સ મેળવવામાં સફળ થાય છે. જો કે 2024માં આ રીતે ટેસ્ટ પસાર કરવામાં નિષ્ફળ રહેતા લોકોની સંખ્યા બાઈકમાં 27% અને કારમાં 47% હતી.
આ અંગે આરટીઓના અધિકારીઓના જણાવ્યા મુજબ 40% લોકો દ્વીચક્રીથી ત્રિચક્રી અને ફોર વ્હીલર તમામ પ્રકારના વાહનો માટે અરજી કરે છે. જેમાં બાઈક, સ્કુટર, હળવા વ્યાપારી વાહનો, રીક્ષા, કાર, ટેક્ષી અને નાના ટ્રક માટે અરજી કરે છે.
ખાસ કરીને લાઈટ મોટર વ્હીકલના ટેસ્ટમાં સૌથી વધુ પડકારનો સામનો કરવો પડે છે. જેમાં નાપાસ થવાનો દર 80% જેટલો છે. જેમાં રીવર્સ ‘એસ’ ટેસ્ટ પસાર કરવો પડે છે.
તો 20% લોકો સમાંતર પાર્કીંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે અને અંગ્રેજી ‘આંકડા’નો ટેસ્ટ પણ હવે ડિજીટલ ટ્રેકને કારણે અઘરો છે. વાસ્તવમાં આરટીઓની વેબસાઈટ પર જે પ્રકારે માહિતી અપાઈ છે પણ જે અંગ્રેજી આંકડો 2012થી અમલમાં આવ્યો છે તે હજુ વધુ અઘરો બની રહ્યો છે. બોકસ પાર્કીંગ પણ સૌથી મોટી કસોટી છે.
ખાસ કરીને રીવર્સ પાર્કીંગમાં ‘એસ’ ટેસ્ટમાં થાંભલા અને અન્ય અડચણો પારખવામાં તેઓ મુશ્કેલી અનુભવે છે અને જયારે તેઓને ગ્રેડીયન ટેસ્ટમાં તેઓને આગળ વધવા સિગ્નલ મળે છે તો તેઓ વાહનને પાછળની તરફ જતા રોકી શકતા નથી અને તેથી નાપાસ થાય છે.
અને ટુ વ્હીલર ટેસ્ટમાં અરજદાર અચાનક જ તેના પગ જમીન પર મુકી આપે છે. છતાં પણ હવે આ પ્રકારના વાહનો ચલાવવુ બહુ જલ્દી શીખી જાય છે તેથી તેમાં નાપાસ થવાનું કારણ ઓછુ હોય છે. હવે 18 વર્ષના થાય કે તુર્તજ લર્નીંગ લાયસન્સ માટે અરજી કરી દેવાય છે.
જેના કારણે લર્નીંગ લાયસન્સની પ્રક્રિયામાં આ ટીમો પહોંચી શકતી નથી. આથી તેમાં આઈટીઆઈને સાંકળવામાં આવી છે. હવે ગીગ વર્કર એટલે કે ડિલીવરી બોયનું પ્રમાણ વધતુ જાય છે અને તેમાં લાયસન્સ વગર નોકરી મળતી નથી. આમ તે પ્રમાણ પણ વધુ છે. પણ હજું માતાપિતા તેના ટીનએજ સંતાનોને 14-15 વર્ષની ઉંમરે તેમને વાહન ચલાવવા આપે છે તે જોખમી છે.