
નવી દિલ્હી : બ્રુઅર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (બી.એ.આઇ.) એ કર્ણાટક સરકારને બીયર સંબંધિત નિયમોમાં કથિત મનસ્વીતાની તપાસ કરવા વિનંતી કરી છે અને રાજ્યમાં કર વસૂલાતમાં વારંવાર વધારા થયાનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતમાં વેચાતી બીયરના 85 ટકા હિસ્સો ધરાવતા એબી ઇનબેવ, કાર્લ્સબર્ગ અને યુનાઇટેડ બ્રુઅરીઝ જેવા બીયર ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતી બી.એ.આઈ.એ રાજ્ય સરકારને લખેલા પત્રમાં બીયર પરના કરમાં વારંવાર વધારા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે આવા પગલાથી બીયર મોટાભાગના ગ્રાહકોની પહોંચની બહાર જાય છે. પત્રમાં જણાવ્યા મુજબ, તેણે કેટલાક લેબલો સાથે સંબંધિત “મનસ્વી આદેશો” ના મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે, જે કર્ણાટકમાં ઉત્પાદનને વધુને વધુ મુશ્કેલ બનાવી રહ્યું છે.
“હવે આપણે એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ જ્યાં નિયમો બધા સપ્લાયર્સ પર સમાન રીતે લાગુ પડતા નથી. એક જવાબદાર ઉદ્યોગ સંસ્થા તરીકે, અમને લાગે છે કે આ વાજબી સ્પર્ધાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને લાંબા ગાળે ઉદ્યોગ, સરકારી આવક, ગ્રાહકો, સ્થાનિક અર્થતંત્ર અને રાજ્યમાં રોકાણ વાતાવરણ માટે ફાયદા કરતાં વધુ નુકસાન કરશે,” બી.એ.આઇ. ના ડિરેક્ટર જનરલ વિનોદ ગિરી દ્વારા લખાયેલા પત્રમાં જણાવાયું છે.
કર્ણાટક સરકારે જાહેર કરેલા ભાવ ને નજીકના રૂ. 5 સુધીની રકમ પર લાવવનો ખ્યાલ રજૂ કર્યો. બી.એ.આઇ. ના જણાવ્યા અનુસાર, એક બીયર સપ્લાયરની અરજી, જેણે ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી, તેને યોગ્ય દસ્તાવેજી પુરાવા વિના મંજૂર કરવામાં આવી હતી, પરંતુ તેના સભ્યોની અરજીને મુલતવી રાખવામાં આવી હતી. “પરિણામે, અમારી સભ્ય કંપનીઓ, જે રાજ્યમાં સૌથી મોટા રોકાણકારો અને સરકારી આવકમાં ફાળો આપતી હોય છે, તેઓ ખૂબ જ નારાજગી અને ભેદભાવ અનુભવે છે,” પત્રમાં જણાવાયું છે અને રાજ્ય સરકારને કર્ણાટકના તમામ બીયર સપ્લાયર્સ માટે સમાન તક સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે.
કર્ણાટક સરકારના એક્સાઇઝ કમિશનર અને સચિવ (બજેટ અને સંસાધનો) અને એમ.ડી. કે.એસ.બી.સી.એલ.ને સંબોધિત બી.એ.આઈ.ના પત્રમાં, તેની સભ્ય કંપનીઓ અને અન્ય બીયર ઉત્પાદકો સામેના ભેદભાવને દૂર કરવા અને ડીપીને રાઉન્ડ ઓફ કરવાના સંદર્ભમાં ભાવ સુધારણા માટેની તેમની અરજીઓને મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે.