રજનીકાંત લાંબા સમયથી લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને 2025ની તામિલ સિનેમાની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. હાલમાં ફિલ્મના નિર્માતાઓએ એનો એક પ્રોમો રિલીઝ કર્યો હતો, જેને શાનદાર પ્રતિસાદ મળ્યો હતો.
એક તરફ આ પ્રોમો ચર્ચામાં છે. ત્યારે બીજી તરફ ફિલ્મ માટે રજનીકાંતથી લઈને આમિર ખાન અને નાગાર્જુનની ફીની ચર્ચા થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે રજનીકાન્તને 260થી 280 કરોડ રૂપિયા ફી મળી છે જેને કારણે તે એશિયાનો સૌથી મોંઘો ઍક્ટર બન્યો છે.
રજનીકાંતને મેઇન લીડમાં ચમકાવતી ફિલ્મ ’કૂલી’નું બજેટ 400 કરોડ રૂપિયા છે અને એને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણવામાં આવી રહી છે. ફિલ્મમાં આમિર ખાનનો કેમિયો છે અને નાગાર્જુન જેવો સ્ટાર પણ સેકન્ડ લીડમાં છે.
મળતી માહિતી પ્રમાણે ‘કૂલી’ માટે નાગાર્જુને પણ પોતાની ફી વધારી છે. તેને આ ફિલ્મ માટે 24 કરોડ રૂપિયા મળી રહ્યા છે, જ્યારે આમિર ખાને 25થી 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
ફિલ્મમાં રજનીકાન્ત, નાગાર્જુન અને આમિર ખાન ઉપરાંત શ્રુતિ હાસન, સત્યરાજ અને ઉપેન્દ્ર રાવ પણ છે; પરંતુ તેમની ફીની વિગત મળી નથી. ‘ફૂલી’માં પૂજા હેગડે પણ છે જે એક સ્પેશ્યલ ગીતમાં જોવા મળશે અને એને માટે તેણે બે કરોડ રૂપિયા લીધા છે.