ઈઝરાયેલે ઈરાનના ચાર પરમાણુ અને બે લશ્કરી મથકોને નિશાન બનાવીને શરુ કરેલા હુમલામાં હવે ઈરાને પણ વળતો જવાબ આપવાનું શરુ કરી દીધુ છે. ઈઝરાયેલના 200થી વધુ ફાઈટર જેટ વિમાનો એક સાથે ઈરાન પર પહોંચી ગયા હતા અને ભીષણ હવાઈ હુમલો કર્યો છે.
જેના કારણે ઈરાનના ઈસ્લામીક રેવેલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર હુશેન સલામી તેમજ બે ટોચના વૈજ્ઞાનિકો મહમદ મહેંદી તહેરાચી અને ફર્દુન અબ્બાસી માર્યા ગયા છે.
આ ઉપરાંત ઈઝરાયેલનો દાવો છે કે ઈરાનના સૈન્ય વડા મહમદ બાઘેરી પણ આ હુમલામાં માર્યા ગયા છે. જો કે ઈરાને હજુ તેની પુષ્ટી કરી નથી.