તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે અણુ સમજુતી મુદે યોજાયેલી વાટાઘાટોમાં કોઈ પ્રગતિ ન સધાતા હવે ઈરાનના અણુ કાર્યક્રમને તબાહ કરવા ઈઝરાયેલ મોટી કાર્યવાહી કરે તેવા સંકેત છે. અમેરિકાની ગુપ્તચર માહિતી મુજબ આ જવાબદારી ઈઝરાયેલની સેનાને સોપાશે.
સીએનએનના એક રિપોર્ટ મુજબ હવે આ અંગે ઈઝરાયેલ અને અમેરિકામાં આંતરિક સહમતી બનાવવાની કામગીરી ચાલુ થઈ છે. ઈરાનના અણુમથક પર હુમલો કરાય તો ઈરાન પણ ઈઝરાયેલને ટાર્ગેટ કરશુ.
ઈરાન માટે સરળ બની શકે છે. જો કે ટ્રમ્પ ખુદ આ અંગે હજુ સંમત નથી પણ ઈઝરાયેલ હવે મધ્યપુર્વમાં વળતો જવાબ આપે અને તે પણ અમેરિકાને ટાર્ગેટ બનાવે તેવા લાંબા અંતરના બેલેસ્ટીક મિસાઈલથી સજજ છે. જયારે કાયમી રીતે વર્ચસ્વ સ્થાપવા માંગે છે અને તેમાં ઈરાનને તોડી પાડયું તેના માટે જરૂરી છે.
ટ્રમ્પને જો કે ઈરાન સાથે સમજુતીમાં રસ છે. તેમાં આ દેશમાં મોટો ધંધો થઈ રહ્યો છે. હવે ઈઝરાયેલની નજર અમેરિકા અને ઈરાનની વાતચીત પર છે અને તેઓએ ઈરાન તેનું શુદ્ધ કરાયેલુ યુરોનીયમ પુરી રીતે નાશ કરવા સંમત થાય નહી અને અણુ મથકો પર જે આંતરરાષ્ટ્રીય વોચ-હટાવી લીધી છે તે ફરી ગોઠવવા સંમત થાય નહી તો ઈઝરાયેલ તેના પ્લાનમાં આગળ વધી રહ્યું છે.
ઈઝરાયેલની સેના જે રીતે યુદ્ધ અભ્યાસ કરી રહી છે અને તેના સમુદ્રી સહિતના ક્ષેત્રમાં પણ ગતિવિધિ વધારી રહી છે. તેનાથી અમેરિકી ગુપ્તચરને આશંકા છે કે ઈઝરાયેલ એકલા હાથે લડવા પણ તૈયાર છે.