મુંબઇ: ઇઝી ટ્રીપ પ્લાનર્સના પ્રમોટર અને સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ મંગળવારે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા કંપનીમાં તેમનો1.4 ટકા હિસ્સો રૂ.૭૮ કરોડમાં વેચ્યો હતો.
ઇઝ ટ્રીપ પ્લાનર્સ લિમિટેડ ઓનલાઇન ટ્રાવેલ કંપની ઇઝ માય ટ્રિપની પેરેન્ટ કંપની છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ બલ્ક ડીલના આંકડા અનુસાર, નિશાંત પિટ્ટીએ ઇઝી ટ્રીપ પ્લાનર્સમાં 4.99 કરોડ શેર્સ અથવા 1.41 ટકા હિસ્સો વેચ્યો હતો.
શેર્સ સરેરાશ રૂ.15.68 ના ભાવે વેચાણ કરવામાં આવ્યા હતા, જેની ટ્રાન્ઝક્શન વેલ્યુ રૂ.78.32 કરોડ થઇ હતી.
આ સોદા પછી ઇઝી ટ્રીપ પ્લાનર્સમાં પિટ્ટીનો હિસ્સો 14.21 ટકાથી ઘટીને 12.8 ટકા થઈ ગયો છે. ઉપરાંત, કંપનીમાં પ્રમોટરનો સંયુક્ત હિસ્સો પણ 50.38 ટકાથી ઘટીને 48.97 ટકા થયો છે.
દરમિયાન, અરુણાબેન સંજયકુમાર ભાટિયાએ ઇઝી ટ્રીપ પ્લાનર્સના 2.4 કરોડ શેર્સ શેર દીઠ રૂ.૧૫.૮૬ ના સરેરાશ ભાવે ખરીદ્યા છે, જેનાથી સમગ્ર સોદાની વેલ્યુ રૂ.૩૮.૦૬ કરોડ થવા પામી છે.
ઇઝી ટ્રીપ પ્લાનર્સના શેર્સના NSE પરના અન્ય ખરીદદારોની વિગતો જાણી શકાઈ ન હતી. સપ્ટેમ્બર ૨૦૨૩ માં નિશાંત પિટ્ટીએ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા કંપનીમાં પોતાનો 14 ટકા હિસ્સો 920 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો. મંગળવારે NSE પર ઇઝી ટ્રીપ પ્લાનર્સનો શેર્સ 6.98 ટકા ઘટીને રૂ.15.85 બંધ રહ્યો હતો.