કયાં કરદાતાએ કયાં આવકવેરા ફોર્મનો ઉપયોગ કરવાનો છે? તે માર્ગરેખા પણ આપી
નવીદિલ્હી
આવકવેરા વિભાગે જાહેર કર્યુ છે કે આઈટીઆર-1 અને આઈટીઆર-4 જે પ્રીફીલ્ડ રીટર્ન ઓનલાઈન ફાઈલીંગ માટે આવે છે જે તૈયાર થઈ ગયા છે. આજે સોશ્યલ મીડીયા ઉપર આઈટી વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2024-25 એટલે કે એસેસમેન્ટ વર્ષ 2025 માટે આ આવકવેરા ફોર્મનો ઉપયોગ કરી શકાશે.
જો કે આવક વેરા વિભાગ જે પ્રિફીલ્ડ રીટર્ન અપલોડ કરે છે તે ભરવામાં અનેક લોકોને પરેશાની થઈ રહી છે અને સોશ્યલ મીડિયા પર તેના અંગે એક યુઝર્સે લખ્યું કે અનેક વખત આ પ્રકારના ફોર્મમાં કન્ફોર્મ પર ટીક કર્યા બાદ પણ ફોર્મમાં સ્ટેપ આગળ વધતા નથી અને બ્રાઉજર પર ફરી જવું પડે છે અનેક વખત પર્સનલ ઈન્ફોર્મેશન પર અટકી જવાય છે.
આવકવેરા વિભાગે જાહેર કર્યુ છે કે તમે પગાર, પેન્શન, ભાડાની આવક કે અન્ય કોઈ સ્ત્રોતથી બેટીંગ અને ગેમ્બલીંગનો સમાવેશ થતો નથી તેના સિવાયની આવક જે આગળ દર્શાવી છે તે મુજબ તમારૂ ફોર્મ ભરતા હો તો તમારે આઈટીઆર-1નો ઉપયોગ કરવાનો રહેશે.
ખેતીની આવક રૂા.5000 સુધીની હોય તો પણ તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. અને તેને સહજ નામ અપાયું છે જયારે સુગમ એ આઈટીઆર-4 છે જેમાં વ્યકિતગત કરદાતા એચયુએફ અને પાર્ટનરશીપ ફોર્મ વગેરે કરદાતાઓ માટે છે.
જો તમારી આવક રૂા.50 લાખથી વધુ હોય અને કૃષિની આવક રૂા.5000થી વધુ હોય તેમજ લોંગટાઈમ કેપીટલ ગેઈન સિવાય કલમ 112 (એ) હેઠળ અન્ય ટેક્ષેબલ કેપીટલ ગેઈન રૂા.1.25 લાખ સુધી હોય જો તમારી કમાણી બીઝનેશ કે પ્રોફેસનથી હોય અને એકથી વધુ મિલ્કતોની ભાડાની આવક હોય આ ઉપરાંત અન્ય જે શરતો છે તે માટે આઈટીઆર-4નો ઉપયોગ કરવાનો રહેશે પરંતુ રૂા.50 લાખથી વધુની આવક ધરાવતા હોય તેઓ માટે આ ફોર્મ નથી.