આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત ગુજરાતે 4.77 કરોડથી વધુ એટલે કે 70 ટકા નાગરિકોની આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ નોંધણી કરાવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ આયુષ્માન ડિજિટલ મિશન ઝાળ અત્યાર સુધીમાં 2.26 કરોડથી વધુ આરોગ્યવરેકોર્ડએ સફળતાપૂર્વક ડિજિટલી આ સાથે, આ મિશન હેઠળ 17,800થી વધુ આરોગ્ય સુવિધાઓની નોંધણી પણ પૂર્ણ થઈ ગઈ છે.
જેનાથી આરોગ્ય સેવાઓની પહોંચ અને ગુણવત્તામાં સુધારો થયો છે. આ ઉપરાંત, 42,000થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ પણ સફળતાપૂર્વક નોંધણી કરાવીને ડિજિટલ હેલ્થ સિસ્ટમ સાથે જોડાઈ ગયા છે.
ગુજરાત આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં હેલ્થ રેકોર્ડ્સના ડિજીટલાઇઝેશનમાં પણ અગ્રેસર રાજ્ય બન્યું છે. 30મી, એપ્રિલે આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારે તેની આ ઉપલબ્ધિ શેર કરી છે.
27મી, સપ્ટેમ્બર 2021ના રોજ આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ ખાનગી આરોગ્ય વ્યાવસાયિકો અને સંસ્થાઓને ડિજિટલ સેવાઓ સાથે જોડવા માટે અમદાવાદ, સુરત અને મુંબઈમાં ABDM માઇક્રોસાઈટ પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી પ્રોજેક્ટના સકારાત્મક હતી
આ પરિણામો બાદ હવે દેશભરમાં 100 ABDM માઈક્રોસાઈટ્સ લાગુ કરવામાં આવી છે. દેશમાં અમલમાં મૂકાયેલા 100 ABDM માઈક્રોસાઈટ પ્રોજેક્ટ્સમાં ગુજરાતની ભાવનગર સર્વોત્તમ પ્રદર્શન કર્યું છે.
માઇક્રોસાઈટે ભારત સરકાર દ્વારા નિર્ધારિત 9 મહિનાની સમયમર્યાદા પહેલાં જ ભાવનગર માઈક્રોસાઈટે તેના તમામ સીમાચિહ્નો હાંસલ કરી લીધા છે. ભાવનગર માઇક્રોસાઈટ 2 લાખથી વધુ આરોગ્ય રેકોર્ડને લિંક કરનારી દેશની પ્રથમ માઈક્રોસાઇટ પણ બની ગઈ છે.
ગુજરાતની અન્ય ત્રણ મુખ્ય માઈક્રોસાઇટ્સ પૈકી અમદાવાદ અને સુરતે પણ તાજેતરમાં તમામ માઇલસ્ટોન પૂર્ણ કર્યા છે અને રાજકોટ માઇક્રોસાઇટ તેના લક્ષ્યો પ્રાપ્ત કરવાની ખૂબ નજીક છે.
આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ એક ડિજિટલ આરોગ્ય ઓળખ
આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) એ એક ડિજિટલ આરોગ્ય ઓળખ છે, જેનો ઉદ્દેશ નાગરિકોના સ્વાસ્થ્ય રેકોર્ડને એકીકૃત કરીને તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાનો છે. આ અંતર્ગત, નાગરિકોને ડિજિટલ હેલ્થ આઇડી આપવામાં આવે છે.
જેથી તેમનો સ્વાસ્થ્ય રેકોર્ડ ઓનલાઈન સુરક્ષિત રહે. આ સિસ્ટમ ડેટા સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરે છે, અને માહિતી ફક્ત નાગરિકની પરવાનગીથી જ શેર કરી શકાય છે.