
આશિષ નમ્બીસન : ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે “ઇન્ડેક્સે હવે ડેથ ક્રોસ પેટર્નની રચના કરી છે, જે નીચે તરફની ચાલનો સંકેત આપે છે. ઇન્ડેક્સનો 22700 પરનો નિર્ણાયક ટેકો તૂટ્યો છે અને હવે તે આ વર્ષે સૌથી નીચા સ્તરે છે. દૈનિક ચાર્ટ દર્શાવે છે કે નિફ્ટી 50 વર્ષ 2024માં 26277ની ટોચે પહોંચ્યો હતો. RSI અને MACD પોઝિટીવ ડાયવર્ઝન આપ્યા પછી ઘટાડો ચાલુ રહ્યો છે, જે વધુ નરમીનો સંકેત છે. 22700ના નિર્ણાયક સ્તરની વારંવાર કસોટી થઇ રહી છે, જે ટૂંક સમયમાં તેનાં તૂટવાની શક્યતાને પ્રબળ બનાવે છે. બીજી તરફ, નિફ્ટી 50એ ફોલિંગ વેજ પેટર્ન બનાવી છે જે તેજીનો સંકેત છે. તેથી, ઇન્ડેક્સ અત્યારે દબાણ હેઠળ રહેવાની શક્યતા છે.” ત્યારબાદ તેનાં નિષ્કર્ષ કરતાં જણાવ્યું હતું કે, “આમ તો જો કે હમણાં આપણે સતત જોયું છે કે 22700 નું લેવલ છેલ્લાં ચાર અઠવાડિયાઓથી બુલ્સ માટે મજબૂત સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. પરંતુ યાદ રાખો કે કોઈપણ ટેકો કે અવરોધ જો વારંવાર ટેસ્ટ કરવામાં આવે તો તે નબળો બની જાય છે અને પછી તેનાં તૂટવાં કે પાર થવાની શક્યતા વધી જાય છે. એકમાત્ર તેજીનો સંકેત એ છે કે આપણે ફોલિંગ વેજમાં ટ્રેડ કરી રહ્યા છીએ પરંતુ તે પૂરતું નથી. 23060/23150 સુધીની તમામ ઉપરની ચાલ 23450 થી ઉપરના સ્ટોપ સાથે શોર્ટ કરવાની તક હશે. જોકે, જ્યાં સુધી નિફ્ટી 50 23550થી નીચે રહેશે ત્યાં સુધી તે દબાણ હેઠળ રહે. હાલનો ટેકનિકલ સિનેરિયો મંદી તરફ આગળ વધ્યો છે, જો 22700નો આંક તૂટીને તેની નીચેનો બંધ થાય અને તેથી ફોલિંગ વેજ તૂટી જાય તો નીચેમાં 21280 સુધીના ઘટાડાની શક્યતા અવગણી શકાય નહીં. બ્રેક ડાઉન થતાં શરૂઆતમાં 22450/22250/22000 સુધીના ઘટાડા જોવા મળે. યાદ રાખો કે જ્યાં સુધી નિફ્ટી આંક 23060ની ઉપર બંધ નથી બતાવતો, ત્યાં સુધી બુલ્સ માટે 22700ના સ્તરનું ટકવું મુશ્કેલ બનશે. તેથી તેજી તરફી પોઝીશનોમાં સાવચેત રહો, અત્યારે તેજી તરફી દ્રષ્ટિકોણ ટાળવો વધુ ઠીક રહે, કારણ કે જ્યાં સુધી નિફ્ટી આંક 23550 થી ઉપરની ચાલ નથી બતાવતો ત્યાં સુધી બેયર દ્વારા તમામ ઉછાળે શોર્ટ થતાં જોવા મળે. તેથી કંઈપણ ખરીદવા માટે કૂદી ન પડવું ઠીક રહે. હવે બેર્સે પોતાનો પંજો જમાવી લીધો છે અને ટૂંક સમયમાં ગમે ત્યારે ઘટાડો જોવા તૈયાર રહેવું જોઇએ. 22000 સુધીના ઘટાડા માટે તૈયાર રહો. 23060 નું સ્તર એક એવું છે કે જેની નજીક પહોંચતા મંદી તરફી પોઝીશનો બનતી જોવા મળે.”
આખરે થયું શું? 24 ફેબ્રુઆરીના રોજ નિફ્ટી 50, 22700 ની નીચે, 22609 પર ગેપથી ખૂલ્યો, તેણે 22700 ને પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 22668 પછી વધવામાં નિષ્ફળ રહ્યો હતો અને આખરે તે આખો દિવસ 22700 ની નીચે ટ્રેડ થતો રહ્યો. ટેકનિકલ ચાર્ટ પર ફોર્મેશન પછી સંકેત સ્પષ્ટ હતો અને આખરે શુક્રવાર 28 ફેબ્રુઆરીના રોજ નિફ્ટી આંક 22104 ની નીચી સપાટીએ પહોંચ્યો, જે આપણાં 22000 ના ટાર્ગેટની લગભગ નજીક છે, માંડ 100 પોઈન્ટનું છેટું છે.
નિફ્ટી 50 એ સુધારા દરમ્યાન 26250ની સર્વોચ્ચ ભાવ બતાવ્યો હતો અને હવે તે લગભગ 22100ની નજીક છે, જેનો અર્થ છે ટોચ પરથી લગભગ 16 ટકા ઘટી ચૂક્યો છે. તેથી, શું આપણે એમ માની શકીએ કે ઇન્ડેક્સ ઊંચા વેલ્યુએશન, ધીમા વૃદ્ધિદર અને, અલબત્ત, ટ્રમ્પના અણધાર્યા ટેરિફના પગલે કરેક્ટ થયો છે, મને લાગે છે કે તે હોઈ શકે છે. કોઈપણ રીતે, આ વિષયવસ્તુ પર બોલવાં, કોઈ નિષ્ણાત નથી. ચાલો આપણે એક અન્ય પરિમાણ પર ચર્ચા કરીએ જેને PE કહેવામાં આવે છે અને તેને બજારના મૂડ સૂચક તરીકે ઓળખવામાં આવે છે. હું વાચકોને (પ્રાઇસ ટુ અર્નિંગ) કે જેને PE કહે છે તેનાં વિશે સંક્ષિપ્તમાં જણાવું. સૌપ્રથમ, PEની ગણતરી કેવી રીતે કરવી તે સમજો, આજે નિફ્ટી 50 આંક 22125 પર છે અને તેના શેરોની કુલ કમાણી રૂ. 1125 છે, તેથી ઇન્ડેક્સનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો – પીઇ = હાલની કિંમત/ઇ.પી.એસ. (શેર દીઠ કમાણી) એટલે કે 22125/1125 = 19.7 છે. જો આપણે ભૂતકાળ પર નજર કરીએ તો, નિફ્ટીનો સૌથી ઊંચો PE (પ્રાઇસ ટુ અર્નિંગ) ફેબ્રુઆરી 2021માં કોવિડ પછી જ હતો, જ્યારે આપણે 41.23 ના PEની ટોચ પર હતા, જે આજ સુધીનો સૌથી ઊંચો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો છે. 2008ના કરેક્શનમાં નિફ્ટીનો PE 28.29 થી 10.68 સુધી ઘટ્યો હતો, જ્યારે 2020માં કોવિડના કરેક્શનના સમયે તે 29.9 ઘટીને 17.15 સુધી ઘટ્યો હતો અને તે વખતે 08 ફેબ્રુઆરી, 2021ના રોજની 41.23 ટોચથી PE રેશિયો ઘટતો-ઘટતો જૂન 2022માં 18.92 પર પહોંચ્યો હતો. યાદ રહે, કે તે સમયે ભાવો નહોતાં ઘટ્યા, પણ અર્નિંગ વધ્યા હતા. કંપનીઓના પરિણામો ખૂબ સારા આવ્યા હતા. 2019 માં સરકારે કોર્પોરેટ ટેક્સનો દર પાંત્રીસ ટકાથી ઘટાડીને પચ્ચીસ ટકા કર્યો હતો અને તેને પગલે કોર્પોરેટસની કમાણી ધરખમ વધી હતી. 2024ના સપ્ટેમ્બરમાં આપણે 24.34 ના PE પર હતા અને હવે આપણે 19.7 PE પર છીએ. ઉપરોક્ત ડેટાંને જોતાં, શું આપણે આ કરેક્શનને યોગ્ય માની શકીએ? આનો જવાબ એટલો સરળ નથી, પરંતુ હા રોકાણકારો મૂળભૂત રીતે મજબૂત કંપનીઓને ધ્યાનમાં લઇ શકે છે. PE એ ઇન્ડેક્સને મૂલવવા માટેનું એકમાત્ર પરિમાણ નથી, તેની સાથે અને તેનાં સિવાય અન્ય ઘણી બધી બાબતો પણ છે. પરંતુ પ્રાઇસ ટુ અર્નિંગનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તેથી કોઈપણ નિષ્કર્ષ પર આવતાં પહેલાં તેનું હોમવર્ક કરી રાખવું જરૂરી રહે છે. આપણે ઉપર ચર્ચા કરી તેમ, કોવિડ મહામારી વખતે ઇન્ડેક્સ ઘટ્યો ત્યારે શેરદીઠ કમાણી સ્થિર રહી હતી. આનો અર્થ એ થયો કે PE હમણાં જ ઘટ્યો છે અને પછીથી, એપ્રિલથી ઇન્ડેક્સ વધી રહ્યો હતો જ્યારે કમાણી ઘટી રહી હતી. હવે આ વધતા ઇન્ડેક્સ આંક અને ઘટતા અર્નિંગની બેવડી અસરને કારણે PE રેશિયોમાં અચાનક વિસ્તરણ તરફ દોરી ગયું છે. અહીં પ્રશ્ન એ છે કે આ પરિમાણને હવે શા માટે ધ્યાનમાં લેવું પડે, તો તેનો જવાબ સરળ છે. ઐતિહાસિક ડેટાના આધારે નિફ્ટી માટે લાંબા ગાળાનો સરેરાશ PE ગુણોત્તર 18-20 ની આસપાસ છે, પરંતુ તે સમયમર્યાદા અને બજારની સ્થિતિને આધારે બદલાતો રહે છે. તેનો અર્થ એ કે, જો નિફ્ટી માટે ઐતિહાસિક PE ગુણોત્તર 18-20 હોય તો હાલ તે 19.7 છે, તો તે સૂચવે છે કે બજાર તમારાં કુલ રોકાણની રકમના માત્ર 15 ટકા રોકાણ કરવાની પાત્રતાવાળાં મૂલ્ય પર પહોંચ્યું છે. જો કે, હું હજી પણ કહીશ કે રોકાણ કરતા પહેલા તમારું હોમવર્ક કરો અને તેના પર તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. કારણ કે સૂચકાંક નિર્ધારણ માટે આ એકમાત્ર પરિમાણ નથી. હવે ચાલો ટેકનિકલ પિક્ચર અને બજારો આગળ વધવાના કારણો શોધીએ.
2025ની શરૂઆતમાં રિઝર્વ બેન્કે વ્યાજ દર 6.5 ટકાથી 0.25% ઘટાડીને 6.25% કર્યો, 5 વર્ષમાં પ્રથમ વખત ઘટાડો થયો છે તો શું આ ઘટાડો આગળ ચાલુ રહી શકે? અર્થશાસ્ત્રીઓ અને બોન્ડ માર્કેટ તેમ માને છે. હવે ઐતિહાસિક રીતે છેલ્લા 10 વર્ષમાં ઇન્ડેક્સમાં 7 ગણો વધારો થયો છે. જો કે, આટલી હકીકત પરથી તે સ્પષ્ટ નથી થતું કે તે આગળ પણ વધતો રહેશે. જો કે, દેશમાં સરકારી ખર્ચ જેવા પરિબળો અને સરકારે કન્ઝ્યુમર સ્પેન્ડિંગને પ્રોત્સાહન આપવા માટે કરવેરામાં કેટલાક ઘટાડા લાગુ કર્યા છે તે હકીકતને અવગણી શકાય નહીં. આ ઉપરાંત છેલ્લા 7 સત્રોથી નિફ્ટી વી.આઇ.એક્સમાં ઘટાડો થઈ રહ્યો છે, જે એ વાતનો પણ સંકેત છે કે રોકાણકારો શેરોને ડમ્પ કરી રહ્યા નથી અને કદાચ હેજ તરફ આગળ વધી રહ્યા છે.
FII એ સપ્તાહ દરમિયાન રૂ. 22011 કરોડ ના કેશ સેગમેન્ટના ચોખ્ખા વેચાણ સાથે તેમનું મજબૂત વેચાણ ચાલુ રાખ્યું હતું, જ્યારે DII એ સપ્તાહ દરમિયાન કેશ સેગમેન્ટમાં રૂ. 22252 કરોડની ખરીદી સાથે તેમની બરાબરી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. શુક્રવારે ભારતીય શેરોમાં ઘટાડો મુખ્યત્વે ટેક્નોલોજી, ઓટો, પબ્લિક સેક્ટર અને રિયાલિટી શેર્સમાં ઘટાડાને આભારી હતો. બંધ સમયે નિફ્ટી 50 છ માસની નિમ્નત્તમ સપાટીએ પહોંચ્યો હતો અને દૈનિક ધોરણે 1.88% નો ઘટાડો દર્શાવતો હતો. 1.73% ના વધારા સાથે એચ.ડી.એફ.સી. બેંક લિમિટેડ વધનાર શેર્સમાં અગ્રેસર રહી, જ્યારે શ્રીરામ ફીન 2% અને કોલ ઇન્ડિયા 1.5% વધ્યા. જ્યારે 7% ઘટાડા સાથે ઇન્ડસઇન્ડ, 6.44% સાથે ટેક મહિન્દ્રા, 5.43% સાથે વિપ્રો, 4.93% સાથે ભારતી અને 4.82% સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઘટવામાં અગ્રેસર રહ્યા. વધનાર શેર્સની સંખ્યા 5 સામે ઘટનાર શેર્સ 45 રહ્યા હતા. નિફ્ટી 50 ની ઇમ્પલાઇડ વોલેટિલિટીની માપણી કરતો વી.આઇ.એક્સ 4.53% વધીને 13.91 થયો હતો. USD/INR 0.16% વધીને 87.46 થયો હતો, જ્યારે EUR/INR 0.12% વધીને 90.93 થયો હતો. યુ.એસ. ડોલર ઇન્ડેક્સ ફ્યુચર્સ 0.12% વધીને 107.30 પર હતો.
નિફ્ટી 50 ઓવરસોલ્ડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે, જેમાં RSI સહિતના તમામ નિર્દેશકો દૈનિક ચાર્ટમાં 20ની નીચે સરકી ગયા છે, જે વધુ વેચવાલી દર્શાવે છે. ઇન્ડેક્સ પહેલાથી જ નીચલા બોલિંગર બેન્ડમાં પ્રવેશી ચૂક્યો છે અને સ્ટોકેસ્ટિક્સ તેના ઓવરસોલ્ડ ઝોનની અંદર બરાબર ગોઠવાયેલું છે તેથી પ્રશ્ન રહે છે, શું એકાદ ઉછાળો જોવા મળશે કે નહિ? શું નિફ્ટી સીધો અને સડસડાટ 21800 અને 21280 તરફ સરકશે કે કેમ? માત્ર બજાર પાસે જ તે પ્રશ્નનો જવાબ છે. જ્યાં સુધી કોઇ નક્કર રિવર્સલ ન જોવાય ત્યાં સુધી અહીં તે કહેવું અયોગ્ય રહે કે અહીં બોટમ બની રહ્યું છે. ઇન્ડેક્સિસમાં ગંભીર ભંગાણો સર્જાયા છે અને તેથી બોટમ બની ગયું હોવાનું બોલવું ઉતાવળિયું પૂરવાર થાય.
નિષ્કર્ષ : ગયા અઠવાડિયે 22250/22000 ટાર્ગેટ જણાવ્યા હતા. હવે આપણે લગભગ 22000ના સ્તરની નજીક છીએ તેથી ટેકનિકલ દ્રષ્ટિએ કહી શકાય કે ટ્રેડર્સ માટે આ શોર્ટ કરવાનું સ્તર નથી. અહીં શોર્ટ્સ કરવાનું ટાળો. તેના બદલે ઉછાળે વેચવા માટે રાહ જોવાની સ્ટ્રેટેજી અપનાવવી ઠીક રહે, હવે, 22400 અવરોધ તરીકે કામ કરે અને 22550 થી ઉપરના સ્ટોપ સાથે 22350/22400 પર અથવા તેની નજીક શોર્ટ પોઝિસન બનાવી શકાય. આ અઠવાડિયે જો સુધારો આવતો જોવા ન મળે તો 21900/21800 ના લેવલની રાહ જોવી ઠીક રહે, કેમ કે, બજારની એ પ્રકૃતિ છે કે જ્યારે સપાટાબંધ ચાલ આવતી હોય, ત્યારે તે થોડોક અતિરેક કરે અને જે તે લેવલ તોડે કે કૂદાવે અને પછી સાચી ચાલ પકડે. જો કોઇ એગ્રેસિવ ટ્રેડર હોય (ટ્રેન્ડ વિરુદ્ધનો વેપાર કરવાની હિંમત ધરાવતા હોય) અથવા જે બજારમાં શોર્ટ કરવા ઇચ્છુક નથી, તેવાં ટ્રેડર્સ 21800 ના ચુસ્ત સ્ટોપલોસ સાથે 22000 ની નજીક ખરીદી કરવાનો પ્રયાસ કરી શકે છે. યાદ રાખો કે આ કોન્ટ્રા ટ્રેડ ફોલિંગ નાઇફ (છરી) પકડવા જેવી હશે, કેમ કે અગાઉના લેખમાં મેં કહ્યું હતું કે આપણે 21280 સુધીના ઘટાડાને અવગણી શકીએ નહિ. 21800 ની નીચેનો કોઈપણ ઘટાડો અથવા ક્રોસઓવર 21280 તરફ દોરી જાય અને બજારો તમામ સ્તરોને તોડવા માટે ખૂબ જ સંવેદનશીલ બની શકે છે તેથી ખૂબ સાવધ રહો. બોટમ-ફિશિંગ હંમેશા જોખમી હોય છે. હાલ, રોકડ હાથ પર રાખો અને કૂદકો મારતા પહેલા રિવર્સલની રાહ જુઓ. તેની ખાસ નોંધ લેવી કે, બજારો અઠવાડિયાઓ સુધી વધુ ઓવરસોલ્ડ ઝોનમાં રહી શકે છે. એક મજબૂત ડાઉનટ્રેન્ડ લાંબા સમય માટે બજારને ઓવરસોલ્ડ ઝોનમાં રાખી શકે છે.