અમેરિકા
અમેરિકાના ન્યુ જર્સી સ્થિત બર્ગન કાઉન્ટીએ 240 અબજ ડોલર મૂલ્યની પ્રોપર્ટીના દસ્તાવેજોનો બ્લોકચેઈન પર સંગ્રહ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પાંચ વર્ષની આ યોજના હેઠળ 3,70,000 દસ્તાવેજો અવાલાંશ બ્લોકચેઈન પર મૂકવામાં આવશે. એને લીધે પ્રોપર્ટીના રેકોર્ડની જાળવણી અને વ્યવસ્થા સહેલી, સલામત અને વધુ પારદર્શક બનશે.
અવાલાંશનો ઉપયોગ કરવાથી મોટા પ્રમાણમાં ડેટાનું સહેલાઈથી અને ઝડપથી સંચાલન કરી શકાય છે. આ યોજનાને પગુલે ભવિષ્યમાં પ્રોપર્ટીન લગતી દગાબાજી ટાળી શકાશે અને દસ્તાવેજોને લગતા કામકાજનો સમયગાળો 90 દિવસથી ઘટાડીને માત્ર એક દિવસનો કરી શકાશે.
અમેરિકામાં આ પ્રકારનો આવો ઘણો મોટો પ્રોજેક્ટ છે. એમાં બ્લોકચેઈનની વિશિષ્ટ આવૃત્તિ-અવાક્લાઉડનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોજેક્ટને લગતું કામકાજ બાલ્કની નામની કંપની હાથ ધરવાની છે.
દરમ્યાન 1.10 લાખ ડોલરનો ભાવ પ્રાપ્ત કર્યા બાદ બિટકોઇન ફરીથી થોડો નીચે આવ્યો છે. ગયા સાત દિવસમાં એના ભાવમાં 3.15 ટકાનો ઘટાડો થતાં ભાવ- 1,07,363 ડોલર પર પહોંચ્યો છે.
બીજી બાજુ, ઇથેરિયમ ચોવીસ કલાકના ગાળામાં 0.59 ટકા વધીને 2651 ડોલર થયો છે. વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન ગુરુવારે 0.48 ટકા પટીને 3.39 ટ્રિલ્યન ડોલર રહ્યું હતું.