સીવીલ હોસ્પીટલમાં 40 મૃતદેહ બપોરના2.30 વાગતા પહોંચ્યા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઈટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઇ તેની પણ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાનું આ વિમાન ટેકઓફ કરવા જતાં પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. બીએસએફની ટુકડી ઘટનાસ્થળે રાહત બચાવની કામગીરી માટે પહોંચી ગઇ છે. સીવીલ હોસ્પીટલમાં 40 મૃતદેહ બપોરના2.30 વાગતા પહોંચ્યા છે.વ઼ડાપ્રધાન નરેન્દ્રમોદી ,મુખ્યમંત્રી અને એવીએશન ડીપાર્ટમેન્ટ સાથેસંપર્કમાં છે.
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફ્લાઈટમાં હોવાની આશંકા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હોવાના અહેવાલ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટનાને પગલે અમદાવાદ આવવા રવાના થાય છે. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન ક્રેશ થવાના કારણે આસપાસના વિસ્તારમાં લોકો ધણધણી ઉઠ્યા હતા.