કોરોનાનો ફરી એકવાર કહેર શરૂ થયો છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે. અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે. કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ અને શરદીનાં લક્ષણો જોવા મળ્યાં છે.
અમદાવાદ શહેરમાં કુલ 29 જેટલા કેસો નોંધાયા છે જેમાં 8 દર્દીઓને હાલ રજા આપી દેવામાં આવી છે. જ્યારે 31 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે સૌથી વધારે થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં 10 કેસો નોંધાયા છે.